જય જય દશામાં ,જય જય દશામાં
દર્શન દેજો માં , જય જય દશામાં

હો મોરાગઢ વાળી માં, પ્રગટ પરચા વાળી માં , દશામાંની આરતી
માંડી કળજુગમાં ગવાણી માં , નવખંડમા પુંજાણી માં , દશામાંની આરતી
હો ભક્તો તારી વાટ જોવે માં દર્શન દેવા આવજો
આરતીના અંજવાળે માં વેલેરા પધારજો
હા ઢોલ નગારા વાગે માં ઝાલરના રણકારેમાં દશામાંની આરતી
હો મોરાગઢ વાળી માં , પ્રગટ પરચા વાળી માં ,દશામાંની આરતી

હો ભોળી દશમાં ભજીયે તને અમે ઘણા ભાવથી
સંકટ સઘળા ટળી જતા માંડી તારા નામથી
હો માં ધાર્યા કામો કરતી માંડી દયા કૃપા રાખતી
ભૂલ અમારી થાય તો માંડી મારગ તું બતાવતી
હો રયૈતની રક્ષક માં સાંઢડીયે અસ્વાર જો
હાથમાં કંકણ ચુડલા શોભે વેલેરા પધારજો
હો મોરાગઢ વાળી માં , પ્રગટ પરચા વાળી માં , દશામાંની આરતી
માં મોમાઈમાંની આરતી

હો દસમો ધરી અવતાર તું કળિયુગમાં પ્રગટાણી માં
દસે દિશાએ વાસ તમારો જગમાં તું પુંજાણી માં
હો ...હાથે ત્રિશુલ શોભે માંડી સાંઢડીયે અસ્વારી માં
હૈયાના હેતે માંડી મુરત તારી સ્થાપી માં
હો જગની તું રખેવાળી માં અમી નજરો રાખજો
અખંડ જ્યોત તારી માંડી વેલેરા પધારજો
હો મોરાગઢ વાળી માં , પ્રગટ પરચા વાળી માં , દશામાંની આરતી
મારી માં મોમાઈમાંની આરતી

હો ઘેર ઘેર પુંજા તારી રખોપા તારા નામના
સમરણ કરી પુંજે એની પુરી કરે મનોકામના
હો તને ના વિસરાય માંડી રોજ ભાવે ભજતા
ગુણવંત કહે માંડી તમે ભવપાર ઉતારતા
હો સૌવ કોઈ આવે ધામે તારા ગુણલાં એતો ગાતા જો
કંકુ ચોખલીયે ફૂલડે માંડી  તને સૌવ વધાવે જો
હો મોરાગઢ વાળી માં , પ્રગટ પરચા વાળી માં , દશામાંની આરતી
મારી માવલડીની આરતી
મોમાઈમાંની આરતી
બોલો દશા માતકી જય