મને કહોને પરમેશ્વર કેવા હશે ?

કેવા હશે ? શું કરતા હશે ? મને…

 

ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને

તારાને ગૂંથનાર કેવા હશે ? મને…

 

આંબાની ઊંચી ડાળીએ ચડીને

મોરોને મૂકનાર કેવા હશે ? મને…

 

મીઠા એ મોરોના સ્વાદ ચખાડી

કોયલ બોલાવનાર કેવા હશે ? મને…

 

ઊંડા એ સાગરનાં મોજાં ઉછાળી

ઘૂ ઘૂ ગજાવનાર કેવા હશે ? મને…