ઓ પ્રભુ મારું જીવન

તારું દિવ્ય અર્ઘ્ય બની રહો.

 

રામ તું છે, રહીમ તું છે, કૃષ્ણ તું છે ઈસા મસીહ,

તું પરમ પરબ્રહ્મ તત્વ,

સાર સર્વપુરાણ તું ... ઓ પ્રભુ.

 

રહેજે સદા વિચાર વાણી વર્તને અવ હર ઘડી

અંતરે પ્રતિબિંબ તારું,

દિવ્ય તેજેઝળહળો ... ઓ પ્રભુ.

 

હે કૃપાના સિંધુ તેં કરુણા કરીને કૃમળ કર્યા

સર્વની રુચિ એ ભણી,

તેં એક રુચિએ કર્યા.. ઓ પ્રભુ

 

ઉરે સદા તવ સ્નેહભીની મંજરી મહેકી રહો,

પૂર્ણ પ્રાપ્તિની સભરતામાં

શેષ જીવન આ વહો ... ઓ પ્રભુ