માગું હું તે આપ, પ્રભુજી!

માગું હું તે આપ.

 

ના માંગુ ધન વૈભવ એવા

મન દેખી મલકાય,

ભલે રહું હું દીન તોય લઉં ના

ગરીબ કેરી હાય!

એવું હૈયાનું બળ આપ, પ્રભુજી! માગું...

 

ઉંચા નીચા ભેદ ન જાણું,

સૌને ચાહું સમાન

સૌને આવું હું ખપમાં મુજ

કાયા વજ્ર સમાન

એવું શરીરનું બળ આપ, પ્રભુજી! માગું...

 

કરતાં કાર્ય જગે સેવાનાં

જો કદી થાકી જવાય

કાયા થાકે મન નવ થાકે

જીવતર ઉજળું

એવું મનનું બળ તું આપ, પ્રભુજી! માગું...