ઢોલીડા ઢોલ તું ઢીમે વગાડ ના, ઢીમે વગાડ ના
રાધિયાડી રાતદીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
ધ્રુજે ના ધરતી તો રમઝટ કેહવાય ના, રમઝટ કહેવય ના
રાધિયાડી રાતદીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
પુનમની રાતડી ને આંખડી ધરાય ના
રાધિયાડી રાતદીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
હો… ચમકતી ચાલ આને ઘુઘરી ધમકાર
હો… નૂપૂર્ણ નાદ સાથે તડીયો ના તાલ
ગરબે ઘુમતા માં ને કોઈથી પહોચાયના, કોઈથી પહોચાય ના
રાધિયાડી રાતદીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
હો…
વાંકડીયા વાડ આને તીલડી લલાટ હો…
મોગરાણી વેણીમા શોભે ગુલાલ નીરખી નિરખીને મારુ માંડુ ધરાય ના, માંડુ ધરાય ના
રાધિયાડી રાતદીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
હો… એકમાત્ર શંગાર સાજી, રૂપનો અંબર બની
હો… પ્રેમનુ આંજન આંજી, આવી છે માડી મારી આચી ઓઢાણી માં રુપ માં નુ માય ના, તેજ માં નુ માય ના