હે મારી મહીસાગર ની આરે ઢોલ વાગે છે
વાગે છે ઢોલ વાગે છે
ગામ ગામના સોનિદા આવે છે
આવે છે હુ લાવે છે
મારી મા ની નથણિયું લાવે છે
મારી મહીસાગર ની આરે ઢોલ વાગે છે
ગામ ગામના સુથારી આવે છે
આવે છે હુ લાવે છે
મારી મા નો બજોઠિયો લાવે છે
મારી મહીસાગર ની આરે ઢોલ વાગે છે
ગામ ગામના દોશીદા આવે છે
આવે છે હુ લાવે છે
મારી મા ની ચુંદડિયું લાવે છે
મારી મહીસાગર ની આરે ઢોલ વાગે છે
હે મારી મહીસાગર ની આરે ઢોલ વાગે છે
વાગે છે ઢોલ વાગે છે