પીળી મટુડી લાવીયા ને કઈ
બાંધ્યો પાવાગઢ રે માં,
કાંગરે, કાંગરે દીવા બળે
ત્યાં દીઠો કાળો નાગ રે માં,
તારા નાગને પાછો વાળ રે માં,
તને છતર ચઢાવું જોડા જોડ રે માં
પીળી મટુકડી લાવીયા ને કઈ
બાંધ્યો પાવાગઢ રે માં,
કાંગરે, કાંગરે દીવા બળે
ત્યાં દીઠો વાઘ દીપડો રે માં,
તારા વાઘને પાછોવાળ રે માં,
તને શ્રીફળ ચઢાવું જોડાજોડ રે માં
પીળી મટુડી લાવીયા ને કઈ
બાંધ્યો પાવાગઢ રે માં,
કાંગરે, કાંગરે દીવા બળે
ત્યાં દીઠો કાળો નાગ રે માં,
તારા નાગને પાછો વાળ રે માં,
તને છતર ચઢાવું જોડા જોડ રે માં