હે શરદ પુનમ ની રાતડી રંગ ડૉલરિયો
માતાજી રમવા દયો ને રંગ ડૉલરિયો
હે રમીભમીને ઘેર આવ્યા રંગ ડૉલરિયો
માતાજી રમવા દયો ને રંગ ડૉલરિયો
માતા એ પિરચી લપચી રંગ ડૉલરિયો
મહી પડી એક અલ્યા ઘી રે રંગ ડૉલરિયો
હે શરદ પુનમ ની રાતડી રંગ ડૉલરિયો
માતાજી રમવા દયો ને રંગ ડૉલરિયો
હે શરદ પુનમ ની રાતડી રંગ ડૉલરિયો
સાસુજી રમવા દયો ને રંગ ડૉલરિયો
અમે રમીભમીને ઘેર આવ્યા રંગ ડૉલરિયો
સાસુજી જમવા દયો ને રંગ ડૉલરિયો
હે બાઇજી પિરચી માજરિયું રંગ ડૉલરિયો
મહી પડી એક અલ્યા તેલ રે રંગ ડૉલરિયો
હે શરદ પુનમ ની રાતડી રંગ ડૉલરિયો
માતાજી રમવા દયો ને રંગ ડૉલરિયો