હો રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે
હે પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે
હો રૂડે ગરબે રમે છે

હે બ્રમ્હલોક માંથી બ્રહ્મા જોવા આવિયા રે
હે સાથે દેવી બ્રમ્હાણી ને લાવીયા રે
હો રૂડે ગરબે રમે છે

હે વિષ્ણુલોક માંથી વિષ્ણુ જોવા આવિયા રે
હે સાથે દેવી લક્ષ્મીજી ને લાવીયા રે
હો રૂડે ગરબે રમે છે

હે કૈલાશ માંથી મહાદેવ જોવા આવિયા રે
હે સાથે દેવી પાર્વતીજી ને લાવીયા રે
હો રૂડે ગરબે રમે છે

હે નાગલોક માંથી નાગદેવ જોવા આવિયા રે
હે સાથે સર્વે નાગણીઓ ને લાવીયા રે
હો રૂડે ગરબે રમે છે