પાવલી લઈને હું તો પાવાગઢ ગઈતી
પાવાગઢવાળી મને દર્શન દે, દર્શન દે,
નહિ તો મારી પાવલી પાછી દે.
પાવલી લઈને હું તો ચોટીલા ગઈતી
ચોટીલાવાળી મને દર્શન દે, દર્શન દે,
નહિ તો મારી પાવલી પાછીદે.
પાવલી લઈને હું તો રાજપરા ગઈ’તી
રાજપરાવાળી મને દર્શન દે, દર્શન દે,
નહિ તો મારી પાવલી પાછી દે.
પાવલી લઈને હું તો દડવા ગઈતી
દડવાવાળી મને દર્શન દે, દર્શન દે,
નહિ તો મારી પાવલી પાછી દે.
પાવલી લઈને હું તો આરાસુર ગઈતી
આરાસુરવાળી મને દર્શન દે, દર્શન દે,
નહિ તો મારી પાવલી પાછી દે.