હું તો ગઈ તી મેળે
મન મળી ગયું એની મેળે, મેળામાં
હૈયું હણાઈ ને ગયું તણાઈ
જોબનના રેલા માં, મેળામાં મેળામાં
મેળામાં આંખના ઉલાળા, મેળામાં ઝાંઝર ઝણકાર
કોઈને ના જાણે ક્યારે વાગે, કલજડે આંખિયુંનો બાણ
ચીતાડું ચગડોળ મારું આમતેમ ઝૂલતું ને
આંખ લડી જાય ઇશારા માં
હૈયું હણાઈ ને ગયું તણાઈ
જોબનના રેલા માં, મેળામાં મેળામાં
હું તો ગઈ તી મેળે
મન મળી ગયું એની મેળે, મેળામાં