મા પાવા તે ગઢ થી ઉતર્યા મહાકાળી રે
વસાવ્યું ચાંપાનેર, પાવા વાળી રે
મા ચાંપા તે નેરના ચાર ચૌત મહાકાળી રે
સોનિડે મંડ્યા હાથ, પાવા વાળી રે
મા, સોનિડો ટાઉ લાવે ઝાંઝરી મહાકાળી રે
મારી અંબે મા ને કામ, પાવા વાળી રે
મા ચાંપા તે નેરના ચાર ચૌત મહાકાળી રે
માલિડે મંડ્યા હાથ, પાવા વાળી રે
મા, માલિડો ટાઉ લાવે ફૂલડા મહાકાળી રે
મારી કાલિકા મા ને કામ, પાવા વાળી રે
મા ચાંપા તે નેરના ચાર ચૌત મહાકાળી રે
દોશિડે મંડ્યા હાથ, પાવા વાળી રે
મા, દોશિડો ટાઉ લાવે ચૂંદી મહાકાળી રે
મારી તુલજા મા ને કામ, પાવા વાળી રે
મા ચાંપા તે નેરના ચાર ચૌત મહાકાળી રે
ગાંધીડે મંડ્યા હાથ, પાવા વાળી રે
મા, ગાંધીડો ટાઉ લાવે કંકુડા મહાકાળી રે
મારી બહુચર મા ને કામ, પાવા વાળી રે
મા પાવા તે ગઢ થી ઉતર્યા મહાકાળી રે
વસાવ્યું ચાંપાનેર, પાવા વાળી રે